હવે તો તાલિબાનોએ અફધાનિસ્તાનનું નામ બદલી નાખ્યું, આ નામથી હવે ઓળખાશે.

તાલિબાનનાં કબ્જા બાદ અફધાનિસ્તાન છોડી ગયેલાં રાષ્ટ્રપતિ ગનીએ યુએસઈમાંથી અફધાનિસ્તાનની જનતાને સંબોધન કર્યું હતું. ગનીએ કહ્યું કે, જો તેઓ કાબુલમાં રહેતાં તો, તેમનું ખુન થઈ જાત. સાથે જ તેમણે પૈસા લઈને ભાગી ગયાંની વાત અફવા ગણાવી હતી.

તાલિબાની અફધાનિસ્તાનને કબ્જામાં લીધાં બાદ તાલિબાને બ્રિટીશ શાસનથી દેશની સ્વતંત્રતાની ૧૦૨મી વષઁગાંઠના અવસર પર અફધાનિસ્તાનનું નામ “ઈસ્લામી અમીરાત” જાહેરાત કરી દીધી છે.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064207370990223/

જયાં સુધી તાલિબાનો પોતાની નવી સરકારની રચના ન કરે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્નારા આખા દેશને ચલાવવામાં આવશે.એક જ તાલિબાનીને નેતાએ તો જણાવ્યું હતું કે,તાલિબાન તમામ નેતાઓ ઓફિસસઁ સાથે વાત કરી રહયાં છે અને બધા સાથે વાત કયૉ બાદ નવી સરકારની રચના કરવામાં આવશે. જો કે હાલ કાઉન્સિલ જ અફધાનિસ્તાન ચલાવશે.

તાલિબાની નેતાઓએ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં કતારના દોહા ખાતે યોજાનારી બેઠકમાં હામિદ કરજઈ પણ સામેલ થશે અને ત્યાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવશે.

https://www.facebook.com/AsmitaNews/videos/369694254697062

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.