કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાની આજે જન આશીવાઁદ યાત્રા રાજકોટમાં યોજાઇ છે. જેમાં તેમણે પાટીદારો સાથે ચર્ચા કરી હતી. રાજકોટના અટલ બિહારી બાજપેઈ ઓડિટોરિયમ ખાતે મનસુખ માંડવિયાએ ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. સાથે જ પાટીદાર સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી.આ બેઠકમાં લેવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લેઉવા પાટીદાર સમાજમાંથી જયેશ રાદડિયા પરેશ ગજેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કડવા પાટીદાર સમાજમાંથી જેરામ પટેલ અને મૌલવી ઉકાળી સહિતના અગ્રણીઓએ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.
જનવેદના યાત્રામાં મનસુખ માંડવિયાએ સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે ,પાટીદાર એટલે ભાજપ નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. બે મહત્વના ખાતા આપીને પાટીદાર સમાજ નું સન્માન કર્યું છે .પાટીદાર સમાજને નરેન્દ્ર મોદીએ પ્રભુત્વ આપ્યું છે.
https://www.facebook.com/342331766511124/posts/1064321227645504/
આ નિવેદન પર ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું કે, આ મનસુખ માંડવિયાનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. સમાજ બહોળો છે, સમાજનાં દરેક લોકો અલગ અલગ વિચારધારાઓથી જોડાયેલાં છે.મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું તે આવકાર્ય છે. કેન્દ્ર સરકારના આભારી છીએ. 2022 ની ચૂંટણી અને પાટીદાર મુખ્યમંત્રી અંગે સમયાંતરે ચર્ચા કરીશું.
આ ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ખોડલધામ ખાતે રજતતુલા કરવામાં આવી હતી. 75 કિલો ચાંદીથી તેમની રજતતુલા કરાઈ હતી. મનસુખ માંડવીયાએ 75 કિલો ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી હતી.
https://www.facebook.com/AsmitaNews/videos/369694254697062
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.