મોદી આજે સોમનાથને આપશે ચાર મોટી ભેટ.. જાણો વિગતવાર..

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાનાં છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચાર પ્રોજેક્ટ નુ વચ્યુઁઅલ લોકાર્પણ કરશે. સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે. અહીંથી સોમનાથ મહાદેવના મંદિર અને સમુદ્રના ચાલતાં-ચાલતાં દર્શન કરી શકશે.એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દશઁન થશે.

વોક વે પછી સોમનાથ અને સાગર નો નજારો એટલો જ ખૂબ સુંદર છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વોક વે પરથી સમુદ્રને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે. આ વોક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિ.મી લાંબો દરિયા કિનારે નિમાઁણ પામ્યો છે. જે લગભગ ૪૭ કરોડના ખર્ચે નિર્માણ થયો છે.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064805404263753

સોમનાથનું ભવ્ય મ્યુઝિયમ, જે પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવે છે. આ મ્યુઝિયમ પણ આવતી કાલે પ્રધાનમંત્રી વર્ચ્યુલ લોકાર્પણ દ્વારા ખુલ્લું મુકશે. લગભગ 1955ની આસપાસ સોમનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ થેયેલા ખોદકામ માં સદીઓ પહેલા ધ્વંશ થયેલા સોમનાથ મંદિરના અવશેષ મળ્યા હતા, જે અવશેષો ને અહીં સાચવણી થઈ રહી છે.

સોમનાથ મહાદેવ મંદિરના અવશેષોની સાચવણી થઈ શકે સાથે જ લોકો તેને જોઈ શકે તેના વિશે જાણી શકે તે હેતુથી ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જે પણ આવતીકાલે પ્રધાન મંત્રી ભાવિકો માટે ખુલ્લું મુકશે. મ્યુઝીયમની અંદર તમામ અવસેસોની માહિતી પણ લખાયેલી છે, જેથી એ અવસેસ વિશે લોકોને સાચી અને સચોટ જાણકારી પણ મળે.

સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલા પાર્વતી મંદિરનું નિર્માણ કાર્ય માટે આવતીકાલે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ખાતમુહુર્ત પણ કરવાના છે. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે પાર્વતી મંદિર નિર્માંણ પામશે. સદીયો પહેલા સોમનાથ અને પાર્વતીજી બન્ને મંદીરોને લૂંટી તોડી પડાયા હતા.જો કે, સોમનાથ મંદિર ઉભું કરી દેવાયું પરંતુ પાર્વતી મંદિર હજુ સુધી ઉભું ન થઈ શક્યું, આખરે હવે તે શક્ય બની રહ્યું છે અને તેનું હવે ખાતમુહુર્ત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.