દક્ષિણ ગુજરાતમાં નવા રોગથી લોકોમાં ભય.. પ્રાણીઓ આવી રહયાં છે ઝપેટમાં…

હજુ તો ગુજરાતમાંથી કોરોના વાયરસ ગયો નથી, ત્યાં હવે પશુમાં નવી બિમારી આવી ગઈ જે લમ્પી સ્ક્રીન ડિસીસ નામનો રોગ છે. જેનાથી પશુઓ આ બિમારીમાં સપડાઈ છે. જેને કારણે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે આ બિમારી ખાસ કરીને ગાયમાં વધુ જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો ખેતી અને પશુપાલન વ્યવસાય પર નિભઁર છે. હાલ નવસારીનાં અને વિસ્તારોમાં લમ્પી સ્ક્રીન ડિસીસ નામનાં રોગે હાહાકાર મચાવ્યો છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.

આ રોગથી પ્રાણીઓને તાવ આવે છે. પછી તેમનાં શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે. અત્યાર સુધી ખેરગામનાં સરકારી દવાખાનામાં ૧૦૦ થી વધુ પશુઓને આ રોગની સારવાર આપવામાં આવી છે.

આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે. સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. જો આવા લક્ષણો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ. રોગને ફેલાવાથી બચવા માટે સૌથી પહેલા અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ. પશુની બાંધવાની જગ્યા માખી, મચ્છર અને કથીરી રહીત રાખવી. રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવુ. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.