અનામતનો મામલો : અનામતને લઈને ભાજપની પરિસ્થિતિ આગળ કુવો અને પાછળ ખાઈ જેવી થઇ…

કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધું છે.અને ઓબીસીમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો તે અંગે હવે રાજય સરકારોને સત્તા આપવામાં આવી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાતિઓને સમાવેશ કરવા ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં એક પંચની રચના કરશે. વિધાનસભા પહેલાં જાણકારોનું માનવું છે કે, પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર પકડકાર સમાન છે. ગુજરાત માં અત્યારે ઓબીસીમાં ૧૪૬ જ્ઞાતિનો સમાવેશ કરાયો છે.

હવે અન્ય જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવી એ સરકાર માટે પડકાર રુપ બનશે. તેનું કારણ એ છે કે, અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરાશે તો ભાજપ સરકાર ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે. એટલું જ નહીં, અનામતનો મુદ્દો ફરી ગુજરાત ફેણ માંડી શકે છે.

સૂત્રોના મતે, કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંકમાં જ એક પંચ નિમશે જે ગુજરાતમાં કઇ જ્ઞાાતિનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે. જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું છે.

જોકે, રાજ્ય સરકાર તો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાના મત માં છે કેમકે, એક બાજુ, પાટીદારો ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે તો બીજી બાજુ, ઓબીસી જ્ઞાાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતાં ભાજપ સરકાર માટે પાટીદારોને સાચવવામાં કયાંક ઓબીસી જ્ઞાાતિ નારાજ ન થાય તેની ભિતી સરકારને સતાવી રહી છે. ટૂંકમાં ઓબીસીમાં સમાવવાનો મુદ્દે ઇધર કુંઆ,ઉધર ખાઇ જેવી દશા થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.