વેપારીએ પોલીસને કહયું કે, મારી બહુ મોટી ઓળખાણ છે., તમારા પટ્ટા ટોપી કયાં જશે ખબર નહિ પડે. પછી ન થવાનું થયું.

કોરોના કેસ ભલે ઓછા થઇ ગયાં હોય પણ ત્રીજી લહેરની શકયતાઓ સેવાઈ રહી છે. તેવામાં લોકો કોરોના જેમ જતો રહ્યો હોય અમૂક નિયમો પણ ભૂલી ગયાં છે. જો પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે તો આવા લોકો ધષઁણ પણ ઊતરી આવે છે. આવો જ એક કિસ્સો ધાટલોડિયામાં વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદમાં એક ટીમ કરફયૂ પાલન કરાવવા શુક્રવારે વિસ્તારમાં નીકળી હતી. કરફયૂનો સમય ચાલુ થયાં બાદ પણ કે.કે નગરમાં આવેલાં શ્રીજી કોમ્પલેક્સ આવેલ મોબાઈલ શોપ ચાલુ હોવાથી પોલીસ પૂછપરછ માટે પહોંચી હતી.

પોલીસ પૂછપરછ યોગ્ય જવાબ ન મળતાં પોલીસ દ્નારા પોલીસે વધુ સવાલ કરતાં દુકાનનો માલિકો દ્નારા “દુકાન તો ખુલ્લી જ રહેશે થાય તે કરી લે”.સાથે કહયું કે મારી બહુ ઓળખાણ છે. તમને તો હું જોઈ લઈશ અને તમારા પટ્ટા ટોપી કયાં જશે ખબર નહીં પડે તેવી ધમકી આપી હતી.

પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવવા બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.