ગુજરાતનાં રાજકોટમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્નારા મેગા દરોડા અભિયાન કહીં તો કયાં ખોટું નથી. તેવી રીતે ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત શહેરમાં બે ડઝનથી વધુ સ્થળો પર આઈટી વિભાગ ત્રાટકયું છે. રાજકોટમાં જાણીતા બિલ્ડર આર કે ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી દીધી છે.
આ ગ્રુપ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શહેરનાં જાણીતા બિલ્ડર આર કે ગ્રુપનાં સવાઁનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોની જગ્યા તેમજ સિલ્વર હાઈટ્સ પર સવારની તવાઈ બોલાવામાં આવી રહી છે.
આર કે ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ કરવામાં આવી રહયું છે.લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગનાં દરોડા બાદ બિલ્ડર લોબીમાં સોંપો પડી જવા પામ્યો છે. કરોડોની બેનામી સંપતિ મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.