દેશનાં સૌથી મોટા મુંબઈ કોપોઁરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જોર લગાવનાનું શરૂ કરી દીધું છે. પાટીઁઁએ કોપૉરેશનની ચૂંટણી જીતવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યું છે કે, મુંબઈના મેયર પદના ઉમેદવારની જાહેરાત પહેલાં જ કરી દેવી જોઈએ.
મેયર તરીકે મહારાષ્ટ્રનાં પૂવઁ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખનાં પુત્ર તેમજ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને કોરોના કાળમાં લોકોની મદદ કરીને જાણીતાં થયેલાં અભિનેતા સોનુ સૂદના નામ પર વિચારણા કરવી જોઈએ.
જો કે આપને જણાવી દઈએ કે, આ બંનેમાંથી કોંગ્રેસનું સભ્ય નથી. શહેર કોંગ્રેસનાં સચિવ ગણેશ યાદવે પાર્ટીને સૂચન કરવા માટે ૨૫ પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે.
જો કે મેયરપદનાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્નારા થઈ રહેલી વિચારણા અંગે સોનું સુદે જવાબ આપતાં કહ્યું કે,અહેવાલોમાં કોઈ પણ તથ્ય નથી. હું કોમન મેન તરીકે જ ખુશ છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.