આજે ભારત અને ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ખુબ જ મોટો ફટકો લાગ્યો .છે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માકઁ વુડ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં થી બહાર થઈ ગયો છે.માકઁ વુડને જમણાં ખભામાં ઈજા થતાં તે આગામી મેચ રમી શકે તેમ નથી.
એવામાં ફાસ્ટ બોલર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જતાં ટીમને વધુ એક ઝટકો પડ્યો છે. હવે બોલિંગ સાઈડ તરફથી મુશ્કેલીઓ વધી ગઈ છે.
વુડ ઈંગ્લેન્ડની આ ટીમમાં યથાવત રહેશે. ટેસ્ટ મેચ પૂરી થયા બાદ તેમની તપાસ થશે. વુડે લોડ્ઁસનાં મેદાનમાં મહત્વની પાંચ વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડની ટીમ પહેલાંથી જ કેટલાંક મહત્વનાં ખેલાડીઓ વગર મેદાન પર રમી રહી છે. બને સ્ટોકસ, બ્રોડ અને જોફ્રા આચઁર જેવા ખેલાડીઓ ભારતની સામેની આ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.