હાલ શ્રાવણ મહિનાનો ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા ભાજપ યુવા મોરચાના મંત્રી રુશાંત શાહ સહિત શ્રાવણીયો જુગાર રમતાં ઝડપાયા છે. પોલીસે ૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ નબીરા ખાનદાની છે.
બાતમીને આધારે, અમિતનગર સકઁલ પાસે આવેલા વામા ડુપ્લેકસમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી. પોલીસને જોઈને નબીરામાં દોડધામ મચી ગઈ હતી. તમામ લોકો તીન પત્તી જુગાર રમતાં હતાં.
કારેલીબાગનાં આ જુગારધામમાં વડોદરા શહેર યુવા મોરચાનાં મંત્રી શાહ પણ ઝડપાયો છે. તેની ધરપકડ થવાની સાથે જ કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.