માઉન્ટ આબુ ઉપડી જતાં ગુજરાતીઓે એ કરી એવી હરકત કે, ગુજરાતનું નામ લજવાયું …

ગુજરાતનાં પ્રવાસીઓ માટે માઉન્ટ આબુ કોઈ સ્વગઁથી ઓછું નથી.ગુજરાતીઓને એક દિવસની પણ રજા મળે. એટલે તરત જ માઉન્ટ આબુ ઉપડી જાય છે. આવામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓ અને ટોલ કમઁચારીઓ વચ્ચે મારામારીનો બન્યો છે.

માઉન્ટ આબુના ચુંગી નાકા પર બુધવારનાં રોજ બપોરે ગુજરાતથી મુસાફરો આવી રહ્યાં હતાં. એક કાર પણ ગુજરાતથી આવી હતી. જેમાં વાહનમાં બેસેલા મુસાફરો અને ટોલ કમઁચારીઓ વચ્ચે ટોલ આપવા મામલે બોલાચાલી થઇ હતી.

પ્રવાસીઓે ટોલ ટેક્સનાં રૂપિયા ફેંકી આપ્યા હતાં .આ પ્રવાસીઓે એ ટોલ કમઁચારીઓ સાથે મારામારી કરી હતી.

બાદમાં તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાક્રમ 15 થી 20 મિનીટ સુધી ચાલ્યો હતો. જેમાં આસપાસના લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના બાદ એસઆઈ નાથારામ પટેલ સાથે ટોલ પરના કેટલાક કર્મચારીઓ માઉન્ટ આબુ પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા. તેમણે આ મુસાફરો સામે અભદ્ર વર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે પોલીસે પ્રવાસીઓને સામે ફરિયાદ દાખલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.