હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો શરમજનક સ્થિતિમાં છે. ત્યારે હવે વિરાટ કોહલીને પૂવઁ ક્રિકેટરે આડેહાથ લીધો છે. આ સાથે જ મનિન્દરસિંહે કોહલીને પોતાનો ઈગો પોતાનાં ખિસ્સામાં રાખીને પ્રેકિટસ કરવાની સલાહ આપી છે.
https://www.youtube.com/watch?v=hl13bSBsx9I
ઉલ્લેખનીય છે કે, કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી પરંતુ માત્ર ૭૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને કેપ્ટન કોહલી પણ ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો.
આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી આખી સીરીઝમાં માત્ર ૪૨ રન જ બનાવી શકયો છે. આ મેચમાં જેન્સ એન્ડરસને કોહલીને પેવેલિયન મોકલીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી.
મનિન્દરસિંહે આગળ કહ્યું કે – જો વિરાટ કોહલીને દબાણ બનાવી રમવું છે તો એક વાત સમજી લે, આ એવી પીચો નથી જેમ તુ બેટિંગ કરી લે છે. તેને વધુ સમય પીચ પર વિતાવવાની જરૂર છે.
https://www.youtube.com/watch?v=HMjIBTLnouc
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.