ગુજરાતમાં કોરોના કેસમાં ભલે ધટાડો થઈ રહયો હોય. પરંતુ ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કોર્પોરેટર, જેમણે કોવિડનાં તમામ નિયમોને નેવે મૂકી દીધાં હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાનાં વોડઁ નં :06 નાં કોપોઁરેટરે “કમળનાં” ચિહ્નવાળી કેક કાપી રહ્યાં છે. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરવાનુઓ આ કોપોઁરેટરેને ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે.
ભાજપનાં કોપોઁરેટરે હેમિષા ઠકકર માચઁ મહિનામાં જ કોરોનાથી સંક્રમિત થયા હતાં. એ સમયે શિવરાત્રિ નિમિત્તે “શિવાજી કી સવારી ” નામે કાયઁક્રમ કરેલ હતો. જે બાદ અનેક લોકો નાં રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના ની ત્રીજી લહેરનું સંકટ માથે તોળાઈ રહ્યું છે. કોરોનાથી બચવા વેકિસનેશન અને કોવિડ ગાઈડલાન્સનું પાલન જ હાલ મુખ્ય હથિયાર છે. શું હવે પોલીસ ભાજપનાં કોપોઁરેટરે પર શું પગલાં લેશે ? તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.