ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ સમજવું. સ્વાદ ના શોખીન ગુજરાતીઓ ની સવાર ગાંઠિયાના જ સાથે શરૂ થતી હોય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયા ની દુકાનો પર ઢોળીને નાસ્તા કરતા નજરે પડી રહ્યા હોય છે. પરંતુ હકીકતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આરોગ્ય વિભાગની ટીમે ફરસાણની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. જેમાંથી ફરસાણ બનાવવા માટે કપડા ધોવાના વોશિંગ પાવડર નો ઉપયોગ જોવા મળ્યો હતો.
https://www.youtube.com/watch?v=JWEf0CdsID0
આપને જણાવી દઇએ કે રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડર નો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આ પાંચ એકમમાંથી 3 માં વોશિંગ સોડા નો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે ગ્રાહકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. ગાંઠીયા માં ખાવાના સોડા ને બદલે વોશિંગ પાવડર નો ઉપયોગ કરે છે .જે લોકોના આરોગ્ય માટે સૌથી વધુ જોખમકારક નીવડી શકે છે.
ચાલો અમે તમને કયા કયા એકમો પકડાયા છે તે જણાવીએ..,
વીર બાલાજી ફરસાણ , પેડક રોડ.
ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ ,ગોવિંદબાગ શાકમાર્કેટ.
ચામુંડા ફરસાણ., ભારત સ્વીટ માટઁ., સ્વામિનારાયણ ફરસાણ.
ગાંઠીયા તમારા શરીરને મોટાપાયે નુકસાન અને હાનિ પહોંચાડી શકે છે .ગાંઠીયા ખાવાથી આંતરડાની હોજરીને નુકસાન પહોંચી શકે છે.
https://www.youtube.com/watch?v=ThwwPNFQ4b0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.