અજબ ગજબ છે હો.. છોકરી જોવા ગયો ત્યારે 20 વષઁની છોકરી બતાવી. ફેરા વખતે નીકળી આટલાં વષઁની…

યુપીના ઇટાવા જિલ્લામાં લગન દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છોકરી જોવા ગયો ત્યારે છોકરા ને 20 વરસની છોકરી બતાવી. બંનેની સંમત થયાં. અને લગ્ન નકકી થયાં.

સાત ફેરા ફરતાં પહેલાં કન્યા આવતાં વરરાજાનાં તો હોશ જ ઉડી ગયાં. જોયેલ છોકરીનાં સ્થાને બે બાળકની માતાને લઈને આવ્યાં હતાં.

વરરાજાએ તો લગ્નની તો ના જ પાડી દીધી અને સીધાં પોલીસ સ્ટેશન પહોંચી ગયાં.આ કેસ ઇટાવા જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં રહેતા એક યુવકે તેના પર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચીને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

છોકરીના પક્ષે લગ્નમાં ખર્ચના નામે છોકરાઓ પાસેથી 35 હજાર રૂપિયા પણ લીધા. લગ્ન શુક્રવારે કાલી માતા મંદિર વિજયપુરામાં થવાના હતા. લગ્ન માટે વરરાજા તેના પરિવાર અને સંબંધીઓ સાથે પહોંચ્યા અને છોકરીનો પક્ષ પણ આવ્યો. પરંતુ ફેરા શરૂ થાય તે પહેલા જ કંઈક એવું થયું કે જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. લગ્ન પહેલા એક 20 વર્ષીય છોકરી બતાવવામાં આવી હતી.

પરંતુ જે લગ્નના દિવસે મંદિરમાં લાવવામાં આવી હતી તે 20 વર્ષનો છોકરી નહીં પણ 50 વર્ષની મહિલા હતી.પીડિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.