ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત.. કોંગ્રેસ નેતા.

વડોદરા ખાતે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી ભાજપને આડે હાથ લીધી હતી. તેણે કહયું કે, રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્નારા ગઈ કાલે હિન્દુત્વ મુદ્દે અપાયેલાં નિવેદન પર પલટવાર કરતાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રી બંધારણીય ફરજ અદા કરવા બંધાયેલા છે.

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. આથી ભાગલા પડાવીને રાજ કરવાનું શરૂઆત નીતિન પટેલે કરી છે.

આવનારા ગણેશ ઉત્સવને લઈને સરકારની ગાઇડલાઇન સામે ગણેશ મંડળીઓ નારાજગી મુદ્દે કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ભાજપ બે મોઢાની વાત કરે છે. પોતે ચૂંટણી રેલીઓ અને જનસભા કાયઁક્રમો કરે છે. તો પ્રજાની લાગણીને પણ માન આપવું જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.