સુરતના ઉમરગામમાં મેઘરાજાની તોફાની બેટિંગ.ગુજરાતમાં સાવઁત્રિક વરસાદ.

લાંબા વિરામ બાદ રવિવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે મંગળવારે રાજ્યમાં કુલ 194 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ અને ગાંધીનગરના માણસા અને કઠલાલ તાલુકામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.

સુરતનાં ઉમરગામમાં મેધરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ૧૨ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબકયો હતો.

સાયકલોનિક સકયુઁલેશન સિસ્ટમ બનતાં રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. હજુ આગામી પાંચ દિવસ ગુજરાતમાં મોટાભાગનાં વિસ્તારોમાં સાવઁત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્નારા આગાહી કરવામાં આવી છે.

રાજકોટ, જામનગર ,પોરબંદર ,બોટાદ, સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે તો કયાંક અતિભારે વરસાદ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.