શ્રાવણ મહિનો હોય એટલે સ્વાભાવિક છે કે જુગાર રમવાની પરંપરા છે. શ્રાવણ મહિના દરમિયાન અમદાવાદ શહેર પોલીસે ૨૦૦ જેટલાં કેસ કર્યો હતાં.
સાતમ આઠમનાં જુગાર દરમિયાન પોલીસે મુંઝવણમાં મૂકાય તેવી પેમેન્ટ સિસ્ટમ જુગારીઓેએ શરૂ કરી છે.
પરંતુ, અમુક કિસ્સામાં જુગાર પકડાય પણ પટમાં રોકડ જોવા મળતી નથી. સાહેબ કમે તો સાદા પત્તા રમતાં હતાં એમ કહીને જુગારીઓ કેસ કરવાથી બચી જવાનો પેંતરો અજમાવી રહ્યાં છે.
જો કે વચ્યુઁઅલ પેમેન્ટ સિસ્ટમ અપનાવી ચૂકેલાં અનેક જુગારી પોતાનાં મોબાઈલ ફોનથી વચ્યુઁઅલ પેમેન્ટ કરીને હાર – જીતનું ચુકવણું કરતાં આવ્યાં છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, પટમાંથી રોકડ કબજે કરવામાં આવે તો જુગાર નો કેસ મજબૂત બને છે. આ વષઁ પહેલી વખત જુગારમાં પેમેન્ટ મોબાઈલ ફોનથી વચ્યુઁઅલી કરવાનો જૂગાડ જુગારીઓએ શોધી કાઢ્યો છે.
સામાન્ય જુગારનાં કેસ સાથે જ આઈ.ટી. એકટની કલમ હેઠળ ભારેખમ કેસ કરવા કાયદાકીય જોગવાઈઓ તપાસવા લાગી છે.
https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=30s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.