ટયુશનમાં નાપાસ થવાનાં ડરને ૧૩ વષીઁય તરુણી એ તો પોલીસને દોડતી કરી દીધી.

અડાજણ સ્વામીનારાયણ મંદિર નજીકનાં વિસ્તારમાં રહેતી ૧૩ વષીઁય તરુણીએ આજે શહેરની આખા પોલીસને દોડી કરી દીધી હતી. આઠમાં ધોરણે અભ્યાસ કરતી આ તરુણીને નાપાસ થવાનાં ભયે તરુણીએ વોઈસ મેસેજ અપહરણ થયાનાં મેસેજ પાડોશીને અને આન્ટીને મોકલતાં જ પોલીસે તેનૈ શોધવા માટે યુદ્ધ ધોરણે સચઁ અભિયાન હાથ ધરી હતી.

સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલનાં નવમાં માળે આવેલી રુમમાંથી શોધી કાઢી હતી.

તરુણી એ અપહરણ થયાનું અને અપહરણકારો પોતાની રીક્ષામાં બેસાડી રેલ્વે સ્ટેશન લઈ જઈ રહ્યાં છે. બીજા વોઈસ મેસેજ માં કહ્યું હતું કે, પોલીસને જાણ કરશે તો તેને તથા તેનાં નાના ભાઈને મારી નાંખશે.

અડાજણ પોલીસને જાણ કરવામાં આવતાં ઇન્સપેક્ટર રાહુલ પટેલ સહિતની ટીમ દોડાદોડીમાં મૂકાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તરુણીને તેનાં ધરથી વોંકિંગ ડિસ્ટન્સ ઉપર આવેલાં સ્વામીનારાયણ મંદિરનાં હોસ્ટેલમાં આવેલાં નવમાં માળે એક રૂમ માંથી શોધી કાઢી હતી.

https://www.youtube.com/watch?v=q7oM5fqpVRo&t=30s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.