કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરત સોલંકી તેમજ તેમના અન્ય ભાઈ – બહેનોને એમના જ બહેન અલકા પટેલ દ્નારા જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ ફટકારવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના બહેન અલકા રવિન્દ્ર પટેલ દ્નારા જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.
ગાંધીનગર સેકટર ૧૯ સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી છે. મકાનમાં ૦૩ ભાઈ અને ૦૨ બહેનો વારસદાર તરીકે હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાન તેમની જાણ બહાર અને હકક આપ્યા વિના વેચાઇ રહ્યાં હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
https://www.youtube.com/watch?v=vv9PLlNEQmw
મકાનની લે-વેચમાં અલકાબેન પટેલનો સંપર્ક કર્યો સિવાય મકાનનો કરાર, લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું નોટિસમાં કહેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.