મહારાષ્ટ્ર / કોંગ્રેસે કહ્યું- શિવસેના પ્રસ્તાવ લાવશે તો વિચાર કરીશું, પવારે કહ્યું- મજબૂત વિપક્ષની ભૂમિકામાં રહીશું

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી (161 સીટ) મળી છે. પરંતુ 50-50 ફોર્મ્યૂલા વિશે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન સરકાર કેવી રીતે બનાવવાની તેના નિવેદનો આવવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે ગઠબંધન સરકારના સવાલ પર શુક્રવારે કહ્યું છે કે, શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. પરંતુ જો એવું થશે તો આ વિશે પાર્ટી સીનિયર નેતાઓ સાથે વાત કરશે. આ દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવારે આ ગઠબંધનની શક્યતાઓને નકારી દીધી છે અને કહ્યું છે કે, અમે મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું.

થોરાટે કહ્યું કે, પરિણામોથી સ્પષ્ટ દેખાય છે કે, જનમત સંગ્રહ ભારત વિરુદ્ધ છે. અમે જનતાના નિર્ણય સ્વીકાર કર્યો છે અને મજબૂત વિપક્ષ તરીકે જનતાની સેવા માટે તૈયાર છીએ. અમને ઓછી સીટ મળી છે. અમને લાગે છે કે, આ એક જનમત સંગ્રહ છે. અમે એ પણ જાણીએ છીએ કે, જનતાએ અમને પાંચ વર્ષ માટે ફરી એક વાર વિપક્ષમાં બેસવાની જવાબદારી આપી છે.

શરદ પવારે કહ્યું- અમે વિપક્ષની ભૂમિકા સારી રીતે નીભાવીશું. જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. મજબૂત વિપક્ષ બનાવવા માટે અમે અમારી ભૂમિકા સારી રીતે નીભાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.