રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાનમાં પરિવાર સાથે સૂતેલી ધ્રોલની યુવતીને મધરાતે શારીરિક અડપાંલ કરીને જગાડીને યુવકે શરીર સુખની માંગણી કરી હતી. યુવતીએ ઈન્કાર કરીને પ્રતિકાર કર્યો હતો.
યુવતીએ શરીર સુખ માણવાનો ઈન્કાર કરીને બૂમાબૂમ કરતાં બાજુમાં સૂતેલાં પતિ જાગી ગયો હતો. તેણે યુવકનો પ્રતિકાર કર્યો હતો. તેણે ધમકી આપી પોતાની પાસે રહેલી છરીથી મહિલા અને તેના પતિ ભરત પર હુમલો કર્યો હતો.
પછી તેણે ભરતને પાઈપ નાં ધા ઝીંકયા હતાં. હુમલા કર્યા બાદ ઝાકીર નાસી ગયો હતો. ભરત વાધેલા બેભાન થઈ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે યુવતીની ફરિયાદ પરથી છેડતી અને નિલઁજજ હુમલા સહિતની કલમ હેઠળ ગુનોં નોંધી ફરિયાદ. ભરતનાં મોતથી તેના એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.