ગુજરાતભરની સરકારી પ્રાથમિક સ્કુલોમાં ૩૪ ટકા તો ખાનગીમાં તો ખાલી….. જાણો વિગતે…

લાંબા સમય બાદ રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો ગુરુવારથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે.પ્રથમ દિવસે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની સારી હાજરી દેખાઈ હતી.

તો ખાનગી સ્કુલોમાં પાંખી હાજરી જોવા મળી હતી. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી ૩૪.૧૩% અને ખાનગી શાળાઓમાં માત્ર ૧૨% જ બાળકો સ્કુલે આવ્યાં હતાં.

સરકારી પ્રાથમિક શાળામાં સૌથી વધુ ૫૪.૮૫% બાળકો નવસારી જિલ્લામાં હાજર રહ્યાં હતાં આ સિવાય અરવલ્લી જિલ્લામાં પણ ૫૨.૫૮% બાળકો હાજર રહ્યાં હતાં. ખાનગી સ્કુલોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦.૨૯% બાળકો હાજર રહ્યાં હતાં..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.