તાલિબાનનાં પ્રવક્તાનું મોટું નિવેદન, “અમને કાશ્મીરનાં મુસલમનો માટે અવાજ ઉડાવવાનો….. “

અફધાનિસ્તાન પર કબ્જો કર્યો બાદ તાલિબાને કાશ્મીર અંગે મોટું નિવેદન આપ્યું છે, એક ખાસ વાતચીતમાં પ્રવકતા સુહેલ શાહીને કહ્યું છે કે, અમને કાશ્મીરનાં મુસ્લિમ માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

ઝૂમ કોલ મારફતે બીબીસી સાથે વાત કરતાં સુહેલ શાહીને કહ્યું કે, મુસ્લિમ તરીકે તાલિબાનને ભારત કાશ્મીરમાં અથવા અન્ય કોઈ દેશમાં મુસ્લિમ માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

અમે અમારો અવાજ ઉંચો કરીશું અને કહીશું કે મુસ્લિમો તમારા લોકો છે, “અમારા દેશનાં નાગરિકો છે. તમારા કાયદા મુજબ, તેઓ બધા સમાન છે”.

વષઁ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કયૉઁ પછી કેન્દ્ર સરકારે સીધી રીતે જમ્મુ અને કાશ્મીરનો વહીવટ સંભાળ્યો અને ધણાં વચનો આપવામાં આવ્યાં, જો કે સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ સાથે રાજકીય પ્રવૃતિઓ પુન :સ્થાપિત કરવામાં આવી છે. અજાણ્યાની લાગણી ઓછી થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.