જાપાનની રાજકુંવરી સામાન્ય નાગરિકનાં પ્રેમમાં પડી.. હવે થશે

જાપાનની રાજકુમારી માકો રાજવંશમાંથી નિકળી એક સામાન્ય નાગરિકો સાથે લગ્ન કરવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ ,રાજકુમારી માકોએ પોતાનાં પ્રેમી કોમુરો સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. લગ્ન કર્યા બાદ તે અમેરિકામાં વસવાની તૈયારી કરી રહી છે. આ લગ્ન કયારે હશે, તેના વિશે માહિતી સામે આવી નથી.

રાજકુમારી માકો જાપાનના હાલનાં રાજા નારુહિતોનાં ભાઈ રાજકુમાર આકિશિનોની દિકરી છે. અગાઉ ,જયારે તેમના લગ્નનાં સમાચાર સામે આવ્યાં ત્યારે કેટલાંક વિવાદો પણ સામે આવ્યાં હતાં.

પ્રિન્સેસ માકોનાં પિતા અકીશિનો પણ ઈચ્છતા હતાં કે મામલો પહેલાં ઠંડો થાય પછી લગ્ન .જો કે હવે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.