સફળતા કહેવાય. ભારતમાં ૫ વષીઁ વધુ ઉંમરનાં બાળકોની કોરોના રસીના ટ્રાયલને મંજુરી.. જાણો કોણ બનાવશે..

ભારતમાં ૧૨ વષઁથી વધારે વયનાં બાળકો માટેનાં રસીના ટ્રાયલ શરૂ થઈ ગયાં છે અને ટૂંક સમયમાં ૧૨ વષઁથી વધારે વયનાં બાળકો માટેનાં રસી બજારમાં આવી જશે એવી જાહેરાત થઈ ચૂકી છે. હવે ૫ વષઁથી વધારે વયનાં બાળકો માટેની કોરોના રસીનાં ટ્રાયલની મંજૂર મળી છે.

કોબેઁવેકસ ૫ વષઁથી વધુ વયનાં બાળકો માટેની કોરોના રસીનાં બીજા ત્રીજા તબકકાનાં ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે.

હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈની વેક્સિન કાબોઁવેકસ ભારતમાં સપ્ટેમ્બર નાં અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જાય તેવી શકયતા છે. તેનાં પહેલાં અને બીજા તબકકાની ટ્રાયલ નાં પરિણામો સારા આવ્યાં હતાં . કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઈ કંપની સાથે ૩૦ કરોડ વેકસિન ડોઝનો કરાર કર્યો છે. કંપની વેક્સિનનું ઉત્પાદન અને સ્ટોરેજ સપ્ટેમ્બર – ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.