આવડત છે હો.. ચાર ચોપડી ભણેલી ખેડૂત મહિલાએ એવા ગણપતિ બનાવ્યાં કે પછી આ કામમાં આવશે..

જૂનાગઢનાં એક જ પ્રગતિશીલ ખેડૂતો મહિલાએ ગોબરનાં ગણપતિ બનાવ્યાં. જે વિસજઁન બાદ તે ખાતર તરીકે કામ આપે છે. હાલ જૂનાગઢમાં ગોબરનાં ગણપતિની જબરી માંગ છે.

ભાવનાબેન નામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂતની કોયલી ગામે ગૌશાળા છે. પોતાનાં ખેતરમાં જ તેઓ જીવા મૃત અને ધન જીવામૃત બનાવે છે. પોતાનાં ખેતરમાં તો તેનો ઉપયોગ કરે છે. સાથે જ ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે. આ જ ગોબરનાં ઉપયોગથી હવે તેઓ ગણપતિની મૂર્તિ પણ બનાવી રહ્યાં છે.

ભાવનાબેન પોતાનું ધરકામ પતાવીને ગણપતિ બનાવે છે. જો કે પ્રથમ પ્રયાસ હોઈ તેમણે ૧૦૦ ગણપતિ બનાવ્યાં છે. તે તરત જ વેચાઈ જાય છે. તેમનો પ્રયાસ ગાય આધારિત ઓગઁનિક ખેતી તરફ વળવા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.