ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં નમાજ અદા કરવા માટે અલગથી ખંડની ફાળવણી થતાં રાજયનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ખંડ નંબર ટી ડબલ્યુ – ૩૪૮ની નમાજ માટે ફાળવણી કરવાનાં સ્પીકરનાં નિણઁય સામે ભાજપે કડક વિરોધ નોંધાવ્યો છે. ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે, લોકશાહી નાં મંદિરને લોકશાહીનું મંદિર જ રાખવું જોઈએ.
https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=2s
નમાજ અદા કરવા અલગથી ખંડ ફાળવણીનો નિણઁય ખોટો છે. અમે તે નિણઁય સામે વિરોધ નોંધાવીએ છીએ.ભાજપનાં વિધાનસભાના સભ્ય સી. પી. સિંહે સરકાર બહુમતી સમુદાય વિધાનસભાની ભાવના સમજીને મંદિર નિર્માણ કરે તેવી માંગ કરી હતી.
ભાજપનાં વિધાનસભ્ય વિરંચી નારાયણે કહ્યું હતું કે અલગ અલગ ધમો માટે અલગ અલગ ઉપાસનાં ખંડની ફાળવણી થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.