મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને સાતારા લોકસભા પેટાચૂંટણીના એકદમ ચોંકાવનારા પરિણામો આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ પરળી વૈજનાથ તેમજ સાતારા લોકસભા બેઠક માટે જોરદાર પ્રચાર કર્યો, પ્રચારનો પ્રારંભ ભાજપે શરૂ પરળીના ભાજપના ઉમેદવાર તેમજ રાજ્યના ગ્રામીણ વિકાસ મહિલા બાલકલ્યાણ પ્રધાન પંકજા ગોપીનાથ મુંડે, સાતારા લોકસભા પેટાચૂંટણીના ભાજપના (એનસીપીમાંથી આવેલા) ઉમેદવાર ઉદયનરાજે ભોંસલે, એકનાથ ખડસે પાટિલની પુત્રી રોહિણી ખડસે, ભાજપના પ્રધાન રામશિંદે તેમજ શિવસેનાના માતોશ્રીના આંગણે ઉભેલા મુંબઇના મેયર પ્રિ. વિશ્વનાથ મહાડેશ્વર હારી ગયા છે.
લોકસભા ચૂંટણીથી કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના નિકટ રહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજઠાકરેએ સત્તા કરતા વિપક્ષ મજબૂત બનાવવાની રજૂ કરેલી ભૂમિકા એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પૂર્ણ કરી છે. ૨૦૧૪ કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં એન.સી.પી.એ અડધી સદી ફટકારી છે. આ ચૂંટણીમાં ભાજપને આંચકો લાગ્યો છે. તો બીજી તરફ શિવસેના નેતા તેમજ યુવાસેના પ્રમુખ આદિત્ય ઉદ્ધવ ઠાકરેએ ઝળહળતી જીત મેળવી છે. કોંગ્રેસ અને એન.સી.પી.માંથી ભાજપમાં આવેલા હર્ષવર્ધન પાટિલ, વૈભવ પિચડ હારી ગયા ત્યાં રાધાકૃષ્ણ વિખેપાટિલ જીતી ગયા છે.નારાયણ રાણેએ પોતાનો મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી ભારતીય જનતા પક્ષમાં વિલીન કરી અને કણકવલીમાં એમના પુત્ર નિતેશની લડત રાણેના એક જમાનાના સમર્થક સતીષ સાવંત સામે થઇ અને તેમને હારનો સામનો કરવો પડયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.