મહિલાઓ માટે ખૂબ જ કામની છે આ યોજના.. સરકાર તરફથી મળે છે.. આ વસ્તુ..

સરકાર દ્નારા હાલ એવી અનેક યોજનાઓ ચાલી રહી છે જે નાગરિકો એ જાણવી જરૂરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, ઓપરેશન ગ્રીન યોજના અને પ્રધાનમંત્રી કુસુમ યોજના જેવી અનેક યોજનાઓનો લાભ લોકોએ લીધો છે.

ફ્રી સિલાઇ મશીન યોજના હેઠળ જરૂરિયાતવાળી મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. મહિલાઓ સિલાઈ મશીનથી પૈસા કમાઈને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આ મશીન એક રીતે મહિલાઓને રોજગાર આપવાનું કામ કરે છે.

ફ્રી સિલાઇ મશીન યોજના માટે અરજી કરનારી મહિલાઓની ઉંમર ૨૦ થી ૪૦ વષઁની હોવી જોઈએ. આ ઉંમર ની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

અરજી કરતા પહેલા આ દસ્તાવેજો ચેક કરી લો ;
– પરિવારનું આવક પ્રમાણપત્ર
– ઓળખ પત્ર
– જો મહિલા વિકલાંગ હોય તો વિકલાંગતાનું ચિકિત્સા પ્રમાણપત્ર
– જો મહિલા વિધવા હોય તો તેનું નિરાશ્રિત વિધવા પ્રમાણપત્ર
– સિલાઈ કાર્યનું પ્રમાણપત્ર
– સામુદાયિક પ્રમાણપત્ર
– અરજીકર્તા મહિલાનું આધાર કાર્ડ
– ઉંમરનું પ્રમાણપત્ર
– મોબાઈલ નંબર
– પાસપોર્ટ સાઈઝનો ફોટો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.