21 સપ્ટેમ્બર એટલે કે આજે બોલિવુડની બેબો કહેવાતી કરીના કપૂરનો બર્થ ડે છે, ત્યારે મોડી રાત્રે સૈફ અલી ખાન સહિત કરીના કપૂરના અંગત ગણાતા ફ્રેન્ડે બર્થ ડેની ઉજવણી કરી હતી.
આ બર્થડેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, પરંતુ એક તસવીર ખૂબ વધારે ગમી હતી, જે તસવીર હતી સૈફ-કરીનાની કિસ.
બંનેનો પ્રેમ જોઇને લોકોએ સોશિયલ મીડિયા પર બંનેના ભરપેટ વખાણ કર્યા હતા.
આ બર્થ ડે સેલિબ્રેશનમાં કરીનાની બહેન કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી.
સૈફ-કરીનાની કિસની તસવીર કરિશ્માએ પોતાના સ્નેપચેટ પર શેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.