નાસ્તા માટે ચપટીમાં બનાવો તંદુરસ્ત ઉપમા ,જાણો રેસીપી શું છે.

ઉપમા એક દક્ષિણ ભારતીય વાનગી છે. તે ધણાં લોકો માટે સારો નાસ્તાનો વિકલ્પ છે. આ એક સરળ રીતે બનાવવામાં આવતી વાનગી છે, જે ૨૦ મિનિટની અંદર થઈ જાય છે. આ બનાવવા માટે થોડો સોજી, બટાકા, ડુંગળી, સરસવ, ધી અને લીલા મરચાની જરૂર પડશે.

સામન સામગ્રી…

સોજી – ૧ કપ.
ડુંગળી – ૧.
રાઈ – ૧/૨ ચમચી.
લીલા મરચા – ૧.
પાણી – ૧/૪.
બટાકા – ૧.
ધી – ૨ ચમચી.
મીઠ્ઠા લીમડાના પાન. – ૧૦.
મીઠું જરુર મુજબ.

આ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા માટે ડુંગળી અને બટાકાની છાલ કાઢીને અલગ બાઉલમાં બારીકથી કાપો. પછી એક તપેલીમાં સોજી શેકી લો. ત્યાર બાદ આ કડાઈમાં ધી નાંખી મીઠા લીમડા ના પાનમાં લીલા મરચા સાથે રઈ નાખો. પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.

પેનને કાઢી દો અને સામગ્રીને એક મિનિટ માટે ચઢવા દો. હવે ઝડપથી સોજીને ઉકાળેલું પાણી ઉમેરો અને બરાબર મિકસ કરો. તપેલી ને ઢાંકણ ઢાંકી દો અને ઉપમા ને એક બે મિનિટ માટે પાકવા દો.

https://www.youtube.com/watch?v=hzmxsmNIPsE&t=3s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.