પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશને મોતીચૂરના લાડુ ખૂબ પસંદ છે. મોતીચૂરનાં લાડુ વગર તેમના માટે તૈયાર કરેલો પ્રસાદ અધૂરો છો. સામાન્ય રીતે ગણેશ ચતુથીઁ પર આપણે બજારમાંથી મોતીચૂરનાં લાડુ લાવીએ છીએ અને ભગવાન ગણેશને અપઁણ કરીએ છીએ.
પરંતુ આ વખતે અમે તમને દેશી ધી માંથી બનાવેલાં મોતીચૂરના લાડું ધરે બનાવતાં શિખાવડીશું.મોતીચૂરનાં લાડું બનાવવા માટે પહેલાં આપણે ખાંડની ચાસણી બનાવી પડે. આ માટે ગરમ પાણી લો. તેમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતાં રહો. તેમાં એલચી પાવડર અને ઓરેન્જ ફૂડ કલર ઉમેરો. બંને ધટકોને સારી રીતે મિકસ કરો. એક વાસણ લો.તેમાં બેસન લો.
બેસનને દૂધમાં મિશ્રણ તૈયાર કરો. એક મોટા પેનમાં ધી ગરમ કરો. જયારે ધી ગરમ થઈ જાય ત્યારે ઝારો લો અને તેમાં બેસનનું તૈયાર કરેલું મિશ્રણ નાખીને બુંદી તેયાર કરો.
https://www.youtube.com/watch?v=My6F0IFMljM&t=1s
તૈયાર કરેલ બુંદી તળીને તૈયાર કરો અને ખાંડની ચાસણીમાં નાખો સારી રીતે મિકસ કરો. હવે તેને ઠંડુ થવા દો અને તમારી ઈચ્છા અનુસાર લાડું બનાવો. અને ભગવાન ગણેશને ધરાવવા માટે તૈયાર કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.