અરે બાપ રે.. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આટલાં હજાર તો ભૂતિયા વકીલ.. થયો ધટસ્ફોટ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આશરે 25000 વકીલો ભૂતિયા વકીલો હોવાનું વષઁ 2016માં બહાર આવ્યું હતું. પરંતુ આ વકીલો સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુપ્રીમ કોર્ટેમાં રિટ અરજીની સુનાવણી ચાલતી હોવાથી કંઈ કરી શકી નથી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કુલ 104000 વકીલો નોંધાયેલા છે. જેમાં 7000 વકિલો મૃત્યુ પામ્યા છે.

16 જેટલાં વકીલોને બાર કાઉન્સિલે દૂર કયાઁ છે. 03 વકિલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઉપરાંત 390 વકીલો અન્ય રાજયમાં વકીલાત કરવા સનદ ટ્રાન્સફર કરાવી છે. આમ 97000 વકીલો રહ્યાં છે. જયારે 24000 વકીલો ભૂતિયા વકીલો સનદ મેળવી લીધી હોવાનું જાણવા મળે છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્નારા બારમાં નોંધયેલાં વકીલોની માકઁશીટની ખરાઈ કરવા માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં વષઁ 2016માં આશરે રૂપિયા 25 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.