હવે સાદા નહીં પણ ધરે બનાવો કોકોનેટ ફ્રાઈડ રાઈસ..ખાવામાં આવી જશે મજા.

નાળિયેર પોષક તત્વો અને અેન્ટી ઓકિસડન્ટ ગુણધમાઁથી ભરપુર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા જળવાઈ રહે છે. અમે તમારા માટે લાવ્યાં છીએ ખાસ નારિયેળ રાઈસની રેસિપી.

સામગ્રી….

૩ કપ – રાધેલાં બાસમતી ભાત.
૧ કપ – ખમણેલુ નારિયેળ.
૨ મોટી ચમચી – તેલ.
૧/૪ કપ – સીંગદાણા.
૧ ચમચી – કોથમીર.
૧/૨ ચમચી – રાઈ.
૧/૨ ચમચી – જીરુ.
૧ ચમચી – ચણા દાળ.
૧૦ નંગ – કરી પત્તા.
૧ નંગ સૂકું – લાલ મરચું.
સ્વાદ અનુસાર મીઠું.

એક પેનમાં તેલ ગરમ કરીને રાઈનાં દાણા ઉમેરો., તે તતડે એેટલે તેમાં જીરુ, ચણા દાળને આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં કરી પત્તા, લાલ, મરચું તોડીને ઉમેરી લો.

https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4&t=2s

આ દરેક વસ્તુ સાંતળી લો બાદમાં તેમાં નારિયેળ ઉમેરો. સીંગદાણા નાખો. તેમાં મીઠું અને ભાત ઉમેરીને બરાબર મિકસ કરી લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.