ભારતીય ક્રિકેટ ટીમના ભૂરપૂર્વ કોચ અનિલ કુંબલેએ વિરાટ કોહલીના કેપ્ટનસીની પ્રશંસા કરી છે. તેમનું માનવું છે કે, વિરાટની આ ટીમ વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો કાયમ રાખશે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ હાલમાં 2 સીરિઝ જીત્યા પછી ટોચના સ્થાને છે. 5 ટેસ્ટ રમ્યા પછી ભારતના ખાતામાં 240 અંક છે.
કુંબલેએ ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેણે કહ્યું, આ ટીમ વિશ્વ ક્રિકેટમાં રાજ કરી શકે છે. કુંબલેએ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી પછી કેપ્ટન વિરાટ કોહલી સાથેના થયેલા વિવાદ પછી કોચ પદેથી રાજીનામુ આપી દીધું હતું.
તેણે કહ્યું, મને ભરોસો છે, ત્રણ વર્ષ પહેલા જ્યારે હું ભારતીય ટીમમાં કોચ હતો ત્યારે મેં એક વાત કહેલી. આ ટીમ પાસે બધું જ છે. આ માત્ર પ્લેઈંગ ઈલેવનની વાત નથી. પણ જે બેંચ સ્ટ્રેન્થ છે તે પણ એક કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.