આખી દુનિયામાં જેન્સ બોન્ડની ફિલ્મોના ચાહકોનો આ માનીતો ડાયલોગ આજકાલ ગુજરાતી ભાષામાં સંભળાઈ રહ્યો છે. જેમ્સ બોન્ડની આગામી ફિલ્મનો ટાઈમ ટુ ડાયનું ગુજરાતી ભાષામાં ટ્રેલર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.
કોરોના મહામારીને કારણે જેને રજુ કરવાની તારીખ વારંવાર મુલતવી રહેવા છતાં જેમ્સ બોન્ડની આ ફિલ્મ જોવા ચાહકો આતુર છે. આ વખતે ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રજુ કરવાની જાહેરાત કરીને જેમ્સ બોન્ડનાં ગુજરાતી ચાહકોને ખુશ કરી દીધાં છે.
જેમ્સ બોન્ડ સિરીઝ આ 25 ફિલ્મ છે અને જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની આ આખરી ફિલ્મ હોવાથી તેના ચાહકો આ ફિલ્મ જોવા માટે તલપાપડ થઈ રહયાં છે. એમ – 16ના એજન્ટ તરીકે જેમ્સ બોન્ડ આ ફિલ્મમાં ફાંકડું ગુજરાતી બોલીને દુશ્મનોનાં છકકા છોડાવી દેશે.
જેમ્સ બોન્ડની સિલ્વર જ્યુબિલી એટલે કે પચીસમી ફિલ્મ તરીકે રજૂ થઈ રહેલી નો ગાઈમ ટુ ડાય ઞ ધામધૂમથી રજુ કરવામાં નિમાઁતાઓ કોઈ કસર રાખવા માંગતાં નથી.
https://www.youtube.com/watch?v=biznLH81-nA
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.