લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ, બબીતાજીને મનમાં મનમાં પસંદ કરે છે. બબીતાની એક ઝલક જોવા માટે જેઠાલાલ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
આ શો માં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી અને સીન્સ દશઁકોને ખૂબ પસંદ આવે છે. રિયલ લાઈફમાં જેઠાલાલને છોડીને તેનો દીકરો ટપ્પુ બબીતાને પસંદ કરે છે. અહેવાલ મુજબ, બબિતા જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું માત્ર ભજવનાર રાજ અનાડકટ બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે.
એક વેબસાઈટ અનુસાર ,બંને વચ્ચે મિત્રતા કરતાં વધુ સંબંધ ધરાવે છે. એટલું જ નહીં બંને વચ્ચે કંઈક ચાલી રહયું છે. બંને પરિવારો પણ આ બાબતથી વાકેફ છે. સમાચાર અનુસાર બંને પોતાનાં સંબંધોનું ધણું સન્માન કરે છે.
બંને ને તેમના સંબંધો વિશે કોઈ છંછેડતું નથી. બંનેની લવ સ્ટોરી જૂની છે. પરંતુ આજ સુધી કોઈને તેની જાણ ન હોતી. રાજ અને મુનમુન વચ્ચે ૯ વષઁનું અંતર છે. મુનમુન દત્તા રાજથી ૯ વષઁ મોટી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.