જે રાષ્ટ્રવાદના કારણે લોકસભામાં મોદીનો જાદૂ ચાલ્યો હતો તે વિધાનસભામાં ન ચાલ્યો?

ભારતમાં હમણાં જ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ભાજપનો વિજય થયા છતાં નિષ્ણાતોના મતે આ નિરાશાજનક પરિણામ છે. જો વિપક્ષ મજબૂત હોત તો ભાજપને આ વખતે ચૂંટણી જીતવામાં ખુબ મુશ્કેલી પડે તેવી સંભાવના હતી. તો એ જાણવું જરૂરી છે કે લોકો કયા કારણથી હવે ભાજપથી મોઢું ફેરવી રહ્યા છે અને ભાજપના પ્રિય મુદ્દા રાષ્ટ્રવાદને હવે લોકો કેવી રીતે મૂલવે છે?

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામી લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો હતો. દેશની ખાડે ગયેલી અર્થતંત્રની હાલત અને 45 વર્ષના સૌથી ઓછા રોજગાર દરે ભાજપે કેવી રીતે આ ચૂંટણી જીતી લીધી એ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉપજયો હતો.

આ વર્ષે આશ્ચર્યજનક રીતે નરેન્દ્ર મોદીએ 2014 કરતા પણ વધુ બેઠકો સુરક્ષિત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2014 કરતા આ વખતે સરકાર માટે કપરા ચઢાણ હતા. નિષ્ણાતો માને છે કે પુલવામા આતંકવાદી હુમલાના વળતા જવાબ રૂપે કરવામાં આવેલ બાલાકોટ એર સ્ટ્રાઇકે મોદીને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.