બે વિધા જમીન માટે તો પૌત્રએ દાદીની હત્યા કરી નાંખી..

વડોદરા પાસેનાં છેવાડે આવેલાં પોપડીપુરા ગામામાં એકલવાયું જીવનજીવતા ૭૦ વષઁની વૃધ્ધાની લાશ ગામનાં એક ધરની બહાર મળી આવી હતી. ૭૦ વષીઁય વેસ્તીબેન નાયકની વડીલોપાજિઁત બે વિધા જમીન ગામમાં છેલ્લાં ૨૦ વષઁથી ગામમાં ગિરવે મૂકી હતી. વૃધ્ધા એકલવાયું જીવન ગાળી ગામમાં જે ધેર ખવડાવે તે ખાઈ દિવસો પૂરા કરતી હતી.

તેણે ગિરવે મૂકેલી બે વિધા જમીનને લઈને વૃધ્ધા સાથે તકરાર કરી હતી. ત્યાર બાદ વૃદ્ધા ગામમાં જમવાનું લેવા ગયાં હતાં.તે જ દિવસે તેમની લાશ ધરની બહારથી મળી હતી. પિશાચી પૌત્રએ પહેલાં તો વૃદ્ન દાદીનાં છાતીના ભાગે મુઢ માર માર્યો હતાં. છતા સંતોષ ના થતા તેમનું હાથેથી ગળું દબાવી દીધુઓ હતું.

https://www.facebook.com/AsmitaNews/videos/248591950501749

આથિઁક સંકડામણને કારણે મહિલાએ બે વિધા જમીન ગીરવે મૂકી હતી. પરંતુ પૌત્રને અણ આવડતનાં કારણે તે વધુ કમાવી આપતો ન હતો. માત્ર બે વિધા જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.