ગુજરાત સરકાર ફસાણી કે શું..કોરોનાથી મોતના આંકડા છુપાવવાના ખેલમાં …..

કોરોના કાળમાં અનાથ થયેલાં બાળકોને મહિને ૪૦૦૦ રુપિયાની સહાય આપતી સીએમ બાળ સેવા યોજનામાં ગુજરાત સરકાર પોતાના જ ખેલમાં ફસાણી છે. સરકારે રેકોર્ડ ઉપર ગુજરાતમાં માચઁ -૨૦૨૦થી અત્યાર સુધીમાં કોરોનાથી ૧૦૮૨૦ નાગરિકોનાં મોત જાહેર કર્યા છે.

મંગળવારે આ સુધારા ઠરાવની સાથે જ આંકડા સાથે જ આંકડા નો ખેલ ખુલ્લો થયો છે. તેવામાં વિભાગનાં મંત્રી પરમારે ગુરુવારે ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં આ યોજના હેઠળ ૮૦૦૦ બાળકોનાં બેંક એકાઉન્ટમાં સહાય ચૂકવશે. એમ કહેવામાં આવ્યું હતું.

આંકડાનો ખેલ ખુલ્લો પડે, વિવાદ સર્જાય તે પહેલાં જ સરકારે નવો રસ્તો શોધ્યો છે. ડેપ્યુટી સેક્રેટરી જી.પી.પટેલે મંગળવારે નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં બાળ સેવા યોજના માટે હવે પહેલાં અરજીની ચકાસણી અને પછી મંજૂરી માટે કમિટી રચી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.