દેશના પશ્ચિમી તટિય વિસ્તારની દિવાળી બગાડી શકે છે ચક્રવાતી તોફાન ‘કયાર’

અરબી સમુદ્રમાં ઉભુ થયેલ ચક્રવાત તોફાન ‘કયાર’ આગામી 24 કલાકમાં ભયંકર તોફાન બનીને કર્ણાટક, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારને ટકરાઇ તેવી સંભાવના છે. ચક્રવાતી તોફાનના કારણે તેજ ચાલનારી હવા તેમજ ભારે વરસાદના કારણે દક્ષિણ-પશ્ચિમ ભારતના તટીય વિસ્તાર અને ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારમાં દિવાળીના તહેવારની મજા બગાડવાની શક્યતા જોવા મળી રહી છે. 

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસા

રત્નાગીરીથી 300 કિમી દૂર ક્યાર વાવાઝોડું સર્જાયું છે. ક્યાર વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ 6 કલાકે 12 કિમીનું અંતર કાપી રહ્યું છે. જેને લઇને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાર વાવાઝોડાની અસર ગુજરાતના ઘણા શહેરોમાં જોવા મળી છે.જેમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાર વાવાઝોડાને લઇને ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે.

ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લહેરની સ્થિતિ વધુ ખરાબ જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તરી કર્ણાટકના અનેક વિસ્તારોમાં તોફાની હવા ભયંકર રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે ઉત્તરી કર્ણાટકના આંતરિક તેમજ તટિય વિસ્તારમાં તોફાની હવા સાથે ભારે વરસાદની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.