સુરત / વરાછામાં હીરાના કારખાનામાં દિવાળી વેકેશન પડતાં તસ્કરોએ લાખોની ચોરી કરી

સુરતઃમંદિનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં હાલ દિવાળી વેકેશન પડી રહ્યાં છે ત્યારે વરાછામાં આવેલા એક હીરાના કારખાનામાં વેકેશન પડતા ઓફીસમાં મુકવામાં આવેલ હીરાની ચોરી થઈ હતી. સમગ્ર ચોરીની ઘટનામાં લાખો રૂપિયાના હીરાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.