ગણેશ ઉત્સવ પર કોરોનાની અસર જાણો મહારાષ્ટ્ર જેવાં રાજયોમાં કેવા પ્રતિબંધ લગાવ્યાં …

ગણેશ ચતુથીઁનો તહેવાર આજથી દેશભરમાં ઉજવાશે. ભાદ્નપદમાં શુકલ પક્ષની ચતુથીઁ પર ભગવાન ગણપતિની જન્મજયંતિ ઉજવાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણપતિ મોયાઁની પૂજા ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ વખતે મુંબઈના પંડાલોમાં દશઁનની મંજૂરી નથી. અહીં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે સરધસ કાઢવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કૈ કોવિડ રોગચાળાને કારણે લોકોને ગણેશોત્સવ દરમિયાન પંડાલમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવશે નહીં. બીએમસીએ ધરમાં બેસાડવામાં આવતી ગણપતિની મૂર્તિઓની ઉંચાઈ બે ફૂટ સુધી મયાઁદિત કરી છે જયારે જાહેર જગ્યાએ બેસાડવામાં આવતાં ગણપતિની મૂર્તિઓની ઉંચાઈ ચાર ફૂટ સુધી મયાઁદિત રાખવાની છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે ગણેશ ચતુથીઁ પર જાહેર સ્થળોએ કોઈ કાયઁક્રમો થશે નહીં. તેઓ કોઈપણ પ્રકારની શોભાયાત્રા ન કાઢે અને તેમના ધરમાં ગણેશ ઉત્સવ ઉજવે.

તેલંગણા હાઈકોર્ટે રાજય સરકારને હુસૈન સાગર તળાવ અને અન્ય જળાશયોમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશ મૂતિઁઓના વિસજઁનની મંજુરી ન આપવાનો આદેશ આપ્યો હતો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.