આયુવેઁદમાં ખાન પાનને લઈને ધણાં નિયમો જણાવવામાં આવ્યાં છે. જે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. આ જ રીતે ફળો ખાવાનો પણ યોગ્ય સમય જણાવવામાં આવ્યો છે. ફળ વિટામીન અને મિનરલ્સના સૌથી સારા સોસઁમાંથી એક છે.
ફળ વજન ધટાડવામાં મદદરુપ છે અને દરરોજ સેવનથી અનેક બિમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. આયુર્વેદ અનુસાર ફળને યોગ્ય સમયે ખાવાથી જ તમને તેનો પૂરો ફાયદો મળે છે. જો તમે સૂયાઁસ્ત બાદ ખાઓ છો તો તેનો એટલો ફાયદો તમને નહીં મળે.
સૂયાઁસ્ત પહેલાં ફળ ખાવાથી ડાઈજેશન માટે પૂરો સમય મળે છે.તેનાથી પાચન તંત્ર પણ મજબૂત રહે છે.સાથે જ દિવસે ફળ ખાવાથી તમને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે.
જો તમે સૂરજ ઢળ્યા બાદ ફળ ખાઓ છો તો સમયે વાતાવરણ માં ભેજ વધુ હોય છે. અને તે ભેજ ફળોમાં પણ આવવા લાગે છે. તેનાથી બેકટેરિયા વધવા લાગે છે.
https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.