ગણેશજીને ચઢાવો તેમની પ્રિય આ વસ્તુઓ, કરી દેશે બધી જ મનોકામનાઓ પૂરી…

ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુથીઁ ઉજવવામાં આવે છે. આ દિવસે ઠેર ઠેર ગણેશ ભકતો ગણપતિજીની મૂતિઁ લાવીનૈ તેમની સ્થાપના કરે છે. ૧૦ દિવસ તેમને રાખીને પછી તેમનું અનંત ચૌદશના દિવસે વિસજઁન કરે છે. આ દિવસ દરમ્યાન ભકતો ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભગવાવની વિશેષ પૂજા અર્ચના કરે છે.

તેમને રોજ જુદા જુદા પ્રસાદ ધરાવે છે. ભગવાનજી ગણેશજીને કેટલીક વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. ગણેશજી ઉત્સવ દરમ્યાન ગણેશની પૂજા વિધિવત કરવી જોઈએ. આનાથી ધરમાં સુખ અને સમુદ્નિ આવે છે. આ સિવાય ગણેશજીને કેટલીક વસ્તુઓ ચોકકસથી ચઢાવવી જોઈએ.

મોદક ગણેશજીને મોદક અને મોતીચૂરના લાડુ ખૂબ જ પસંદ છે, ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીને મોદક અને લાડુનો પ્રસાદ જરુર ધરાવવો જોઈએ. સિંદૂર :ગણેશજીની પૂજા દરમ્યાન તેમને સિંદૂરનુઓ તિલક જરુર લગાવો. ભગવાનને તિલક કયાઁ બાદ પોતાને પણ કપાળમાં તિલક લગાવો. આમ કરવાથી વ્યકિતને સફળતા અને સમૃદ્ધિ મળે છે.

કેળાં ગણેશજીને કેળા પણ પ્રિય છે, એેટલે એક દિવસ ગણેશજીને કેળા પણ પ્રસાદમાં ધરાવવા જોઈએ. ખાસ કરીને એક સાથે જોડાયેલાં બે કેળા ચઢાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.