આલે..ગાંધીનગરમાં ભાજપનાં કાયાઁલયમાં પાણી ધુસ્યા, અધિકારીઓ થયા દોડતાં..

ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ૧૬ કરોડનાં ખર્ચે સેકટર ૨૧માં પાકિઁગ પ્લેસ બનાવવામાં આવ્યાં છે.આ સમયે વેપારીઓએ લેવલનું ધ્યાન રાખવા રજુઆત કરી હતી. પરંતુ કોપોરેશનના અધિકારીઓ સાંભળે તો થાયને. ગઈકાલથી શરૂ થયેલાં વરસાદને કારણે શોપીંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સેકટર -૨૧ ભાજપનાં જિલ્લા કાયાઁલય કમલમમાં ભોંયરા સુધી પાણી પહોંચી જતાં આખરે કોપોરેશનના અધિકારીઓ પાણી ઉલેચવા માટે દોડતાં થયાં હતાં.વેપારીઓમાં આ મામલે રોષ જોવા મળ્યો હતો કેમ કે તેમની રજૂઆત સંભળાઈ ન હોતી અને ભાજપ કાર્યાલયમાંં પ્રશ્ન ઉભો થતાં કોપોરેશન તંત્ર દોડી આવ્યું હતું.

શોંપીગ સેન્ટરમાં દુકાનો આગળ પાણી ભરાઈ ગયાં છે. તો ભાજપના જિલ્લા કાયાઁલયના ભોંયરામાં પણ પાણી પહોંચ્યાની વાત બહાર આવી છે. વેપારીઓ પાણી ભરાવા સંદર્ભે રજુઆત કરી ત્યારેકોપોરેશન તંત્રએ કોઈ પગલાં ભર્યાં નહોતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.