મિડીયા કંપનીમાંથી એક ખટારો ભરીને સોનું ઝડપાયું…કરોડોના બેનામી વ્યવહાર…

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદનાં ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. મીડિયા અને રિયલ એસ્ટેટ સેકટર સાથે જોડાયેલાં આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાનાં ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી. મીડિયા અને રિયલ એસ્ટેટ સેકટર સાતે જોડાયેલાં આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.

આઈટી વિભાગ દ્નારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં માહિતી અપાઈ હતી કે, દરોડા દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ તથા કોમ્પ્યુટર અને પેનડ્રાઈવમાં રહેલાં 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. ગ્રુપ દ્નારા 500 કરોડ TDRમાં કેશમાં લીધાની 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં તથા 150 કરોડ કેશ લોન પેટે લેવાયા હોવાની શંકા આવકવેરા વિભાગને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્કમટેક્સના 125 જેટલાં અધિકારીઓ અને 70 થી 80 પોલીસ કમઁચારીઓ આ ઓપરેશનમાં જોડાયા હતાં. આ ઉપરાંત અન્ય બે બ્રોકસઁને ત્યાં પણ આઈટી દ્નારા સચઁ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.