પાકિઁગ અને ટ્રાફિકનાં મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં, રાજયના વાહનવ્યવહાર વિભાગે જવાબ રજૂ કર્યો છે કે, “શહેરીકરણ અંગેનું જ્ઞાન ધરાવતા સત્તાધીશો જ પાકિઁગ સંદર્ભેની નીતિ બનાવી શકે છે. પાકિઁગને નીતિનો મુદ્દો તેમના સત્તાક્ષેત્રમાં આવતો નથી..
પાકિઁગનું પાલન કરતાં હોય તેમની પાસેથી દંડ વસૂલવા માટે નિયમો રાજય સરકારે બનાવેલા જ છે. શહેરીકરણનો મુદ્દો એ બહુ જ જટિલ છે. આ બાબતે નિષ્ણાતો જ તેનાં અંગે નિર્ણય લઈ શકે છે. જેમાં, ખાસ કરીને શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગ, ગૃહ વિભાગ અને સ્થાનિક સત્તાધીશોનો સમાવેશ થાય છે..
ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજયનાં ગૃહ સચિવ, શહેરી આયોજન વિભાગના સચિવ અને વાહનવ્યવહાર વિભાગના સચિવને આદેશ કર્યો હતો કે, ટ્રાફિક પ્રશ્નના ઉકેલ અને પાકિઁગ નીતિ વિશે જવાબ રજૂ કરો.
ઉલ્લેખનીય છે કે શહેરમાં પાકિઁગનો પ્રશ્ન દિવસેને દિવસે જટીલ અને પેચીદો બનતો જાય છે. વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.