પરસેવો પાડીને મહેનતથી કમાવેલો એક રૂપિયો પણ મહત્વનો હોય છે. રૂપિયાની કિંમત એેને જ વધારે ખબર હોય છે જે સાંજે પડીને થાકીને ચૂર થઈ જાય છે. ત્યાં જઈને તેના પરિવારમાં રોટલો બને છે. આવામાં જો તે કમાણી ગાયબ થઈ જાય તો ગરીબ પરિવાર પર આભ તૂટી પડતું હોય છે.
એવી જ ધટના પાલનપુર નવા બસ સ્ટેન્ડ પાસે એક વેપારીને મહેનતથી કરેલી કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. વેપારીએ ગણપતિની મૂતિઁઓ વેચીને કરેલી બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી.
ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરનાર વેપારીએ નફાનાં તેમજ તેની પાસે રહેલાં રૂપિયા ૮૦૦૦૦ ગણપતિની મૂર્તિની અંદર મૂકયાં હતાં. ભૂલથી તેના પુત્રએ જ મૂતિઁ એક ગ્રાહકને વેચી દીધી હતી. જેથી વેપારીની બચત એકઝાટકે ગાયબ થઈ ગઈ હતી.
જો કે ભૂલથી એ જ મૂતિઁ તેમના પુત્ર એક ગ્રાહકને વેચી દીધી હતી.જેથી વેપારીને પોતાની તમામ આવક ગુમાવવાનો વારો આવ્યો હતો. વેપારીને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.